જાણકારી અનુસાર ઈનામની રકમમાંથી 15 સભ્યોની ટીમના તમામ ખેલાડીઓને 5-5 કરોડ રૂપિયા મળશે. આ સિવાય T20 વર્લ્ડ કપમાં મુખ્ય કોચ રહેલા રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેને 2.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. તમને જણાવી દઈએ કે, પહેલા રાહુલ દ્રવિડને 5 કરોડ રૂપિયા મળવાના હતા, પરંતુ તે તેના બાકીના કોચિંગ સ્ટાફ જેટલી જ ઈનામની રકમ ઈચ્છે છે, જેના કારણે તેણે 5 કરોડ રૂપિયામાંથી અડધી એટલે કે 2.5 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.