
ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ બેટિંગમાં ખાસ પ્રદર્શન ન આપ્યું હતું પરંતુ ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તેની છેલ્લી બોલિંગને કારણે તે ટીમને વિજય તરફ દોરી ગયા બાદ તેના ખુશીના આંસુ રોકી શક્યો નહીં. જેનો વીડિયો સોશિયલ પર વાયરલ થયો છે.

મેચ એવા રોમાંચક મોડ પર હતી. છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી અને ગુજ્જુ ઓલરાઉન્ડરે હાર્દિક પંડયાએ પ્રથમ બોલ પર ડેવિડ મિલરની વિકેટ લઈને જીત પર મહોર મારી હતી. સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર સિક્સરથી બચવા માટે સનસનાટીભર્યો કેચ લીધો અને મિલરને આઉટ કર્યો. હાર્દિકે માત્ર 8 રન આપીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.