ENG vs OMAN: ઈંગ્લેન્ડની ટીમે મચાવી ધમાલ, માત્ર 19 બોલમાં ઓમાનને હરાવી ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી

|

Jun 14, 2024 | 12:32 PM

ટી20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની શાનદાર શરુઆત થઈ ન હતી. ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ સ્કોટલેન્ડ વિરુદ્ધ મેચ રદ્દ થઈ હતી અને ટીમ સંકટમાં આવી ગઈ હતી. એવું લાગતું હતુ કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે પરંતુ ઓમાનને માત્ર 19 બોલમાં હાર આપી સુપર-8માં સ્થાન બનાવી લીધું છે.

1 / 5
ઈંગ્લેન્ડની ટીમે ટી20 વર્લ્ડકપની 28મી મેચમાં ઓમાનને 8 વિકેટથી હાર આપી છે. જોસ  બટલરની ટીમે પહેલા ઓમાનને 47 પર આઉટ કરી હતી. આ નાના એવા લક્ષ્યાંકને ટીમે માત્ર 19 બોલમાં પૂર્ણ કર્યો હતો. આ જીત બાદ ઈંગ્લેન્ડની ટીમ ઉત્સાહમાં આવી છે,

2 / 5
હવે સુપર-8 માટે ઈંગ્લેન્ડ ક્વોલિફાય કરવાની આશા વધી ગઈ છે. આ મેચમાં  આદિલ રશીદ જીતનો હિરો રહ્યો હતો. તેની શાનદાર બોલિંગના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો. રશીદે 4 ઓવરમાં માત્ર 11 રન આપી 4 વિકેટ લીધી હતી.

3 / 5
 ઈંગ્લેન્ડની પહેલી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા હાર આપી હતી. ટીમને ટૂર્નામેન્ટમાં રહેવા માટે મેચ મોટા અંતરથી જીતી નેટ રન રેટ સારો કરવાનો હતો. એટલા માટે જોસ બટલરે ટોસ જીતી ઓમાનને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. ઓમાનની ટીમ 47 રનમાં આઉટ થઈ હતી.

4 / 5
ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ ટાર્ગેટ માટે મેદાનમાં ઉતરી તો તેમણે 300ની સ્ટાઈક રેટથી માત્ર 8 બોલમાં 24 રન બનાવી દીધા હતા. 2 વિકેટના નુકસાનમાં માત્ર 19 બોલમાં ટાર્ગેટ પૂર્ણ કરી મેચ જીતી લીધી હતી.આ રીતે ઈંગ્લેન્ડે બોલિંગ અને બેટિંગ બંનેથી ઓમાનની ટીમને આઉટ કરી હતી.

5 / 5
ઓમાનને ખરાબ રીતે હરાવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી છે. હવે સુપર-8માં જવા માટે નામીબિયાને કોઈપણ સંજોગોમાં હાર આપવી પડશે અને આશા છે કે, ઓસ્ટ્રેલિયા કોઈ ચતુરાઈ બતાવી સ્કોટલેન્ડને હરાવી દે.

Next Photo Gallery