T20 વર્લ્ડ કપ જીતી વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો
T20 World Cup 2024ની ફાઈનલમાં આફ્રિકાને હરાવી ભારતે બીજી વાર ચેમ્પિયન બન્યું. આ જીત સાથે જ ભારતીય ટીમની સાથે વિરાટ કોહલીએ પણ મોટો કીર્તિમાન હાંસલ કર્યો હતો. વિરાટ કોહલી આ ટ્રોફી જીત સાથે એ કમાલ કરી બતાવ્યો છે, જે એમએસ ધોની પણ નથી કરી શક્યો.
1 / 5
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતતા જ વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ છે. વિરાટ ચારેય ICC વ્હાઈટ બોલ ટ્રોફી જીતનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બની ગયો છે. કોહલી અન્ડર-19 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે. આ કમાલ એમએસ ધોની પણ નથી કરી શક્યો.
2 / 5
વિરાટ કોહલીએ સૌપ્રથમ 2008માં ICC ટ્રોફી જીતી હતી. કોહલીની કપ્તાનીમાં અન્ડર-19 વર્લ્ડ કપ 2008માં ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી યુવા ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. ફાઈનલ મેચમાં કેપ્ટન કોહલીએ 19 રન બનાવ્યા હતા.
3 / 5
કોહલીએ બીજી ICC ટ્રોફી 2011માં જીતી હતી. ધોનીની આગેવાનીમાં ફાઈનલમાં શ્રીલંકાને હરાવી ભારતે 28 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. ફાઈનલમાં કોહલીએ 49 બોલમાં 35 રન બનાવ્યા હતા.
4 / 5
કોહલીની ત્રીજી ICC ટ્રોફી પણ એમએસ ધોનીની કપ્તાનીમાં જ આવી હતી. વર્ષ 2013માં ઈંગ્લેન્ડમાં રમાયેલ ICC ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે જીતી હતી. આ ટુર્નામેન્ટની ફાઈનલમાં કોહલીએ 34 બોલમાં 43 રન બનાવ્યા હતા.
5 / 5
પહેલા અન્ડર 19 વર્લ્ડ કપ, બાદમાં ODI વર્લ્ડ કપ, ત્યારબાદ ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને હવે વેસ્ટ ઈન્ડિઝમાં ICC T20 World Cup 2024ની ટ્રોફી જીતી વિરાટે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફાઈનલ મેચમાં કોહલીએ 59 બોલમાં 76 રન બનાવ્યા હતા અને ટીમને જીત અપાવવામાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ તેની ચોથી ICC ટ્રોફી છે.