
આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ 2026એ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સર્જોયો છે. આ ટૂર્નામેન્ટ અત્યારસુધીની સૌથી વધુ જોવાનારી સીઝન બની ગઈ છે.

તેની લોકપ્રિયતાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આઈસીસીના અધ્યક્ષ જય શાહે બુધવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા ઐતિહાસિક સફળતાની જાણકારી આપી છે.

ભારતમાં આ મેગા ઇવેન્ટ માટેનો ક્રેઝ એ હકીકત પરથી અંદાજી શકાય છે કે તેની કુલ ચાહકોની સંખ્યા 500 મિલિયનના જાદુઈ આંકડાને વટાવી ગઈ છે. જય શાહે પોતાની પોસ્ટમાં ખાસ ખુશી વ્યક્ત કરી હતી કે ભારતમાં કોઈપણ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી મોટી દર્શકોની સંખ્યા છે.

તેમણે લખ્યું, "ICC T20 વર્લ્ડ કપ 2026 ની સફર તેને અત્યાર સુધીની સૌથી વૈશ્વિક અને સુલભ ક્રિકેટ ઇવેન્ટ બનાવવાની મહત્વાકાંક્ષા સાથે શરૂ થઈ હતી. મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે, ભારતમાં દર્શકોની સંખ્યા 5 કરોડને વટાવી ગઈ છે, જે ઇતિહાસમાં કોઈપણ T20 વર્લ્ડ કપ માટે અત્યાર સુધીની સૌથી વધુ છે.

"તેમણે આગળએ પણ કહ્યું કે, એ જોઈને ખુબ ખુશી થઈ છે કે, જિયો હોટસ્ટાર પર એક સાથે મેચ જોવાની ચાહકોની સંખ્યા 60.5 કરોડ પર પહોંચી છે.

ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચ આજ રાતથી શરુ થઈ રહી છે. અને અમને આશા છે કે, ભારતીય ચાહકો તરફથી અમારા આયોજનને મળનારો અદભૂત પ્રેમ અને રેકોર્ડ તોડવામાં મદદ કરશે.

સેમિફાઈનલમાં ભારતનો સામનો ગ્રુપ 2ની ટોપ ઈંગ્લેન્ડ સામે થઈ રહ્યો છે. પહેલી સેમિફાઈનલ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંન્ને મેચની વિજેતા ટીમ 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમશે.