આ યુવા સ્ટાર ઓલરાઉન્ડર IPL 2025 માટે ફિટ જાહેર, તેના યો-યો ટેસ્ટ સ્કોરે મચાવી દીધો હંગામો

|

Mar 15, 2025 | 4:46 PM

IPL 2025 પહેલા ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. ફિઝિયોએ આ ખેલાડીને IPLમાં રમવાની પરવાનગી આપી છે. આ ખેલાડી વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી દરમિયાન ઘાયલ થયો હતો. આ યુવા સ્ટારે ઈજા બાદ યો-યો ટેસ્ટમાં ગજબ સ્કોર મેળવી હંગામો મચાવી દીધો છે.

1 / 5
IPL 2025 માટે બધી ટીમોની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓ સિવાય, લગભગ દરેક ખેલાડી 18મી સિઝન માટે પોતાની ટીમમાં જોડાયો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીની ફિટનેસ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. આ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી સાઈડ સ્ટ્રેનની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. પરંતુ હવે તે ફિટ થઈ ગયો છે અને ટૂંક સમયમાં IPL માટે તેની ટીમમાં જોડાશે.

2 / 5
ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી સાઈડ સ્ટ્રેનની સમસ્યામાંથી સ્વસ્થ થયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેમની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાવા માટે તૈયાર છે. નીતિશ રેડ્ડીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યો-યો ટેસ્ટ સહિત તમામ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા છે અને ફિઝિયોએ તેમને રમવાની મંજૂરી આપી છે.

3 / 5
ગયા વર્ષે ખેલાડીઓની હરાજી પહેલા હૈદરાબાદની ટીમે નીતિશને 6 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. IPLની છેલ્લી સિઝનમાં તેણે 13 મેચમાં 143 ના સ્ટ્રાઈક રેટથી 303 રન બનાવ્યા હતા.

4 / 5
ઈજાના કારણે નીતિશે જાન્યુઆરીથી કોઈ મેચ રમી નથી. તે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં તાલીમ લઈ રહ્યો હતો. હવે નીતિશ રેડ્ડીનો યો-યો ટેસ્ટ સ્કોર પણ ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિશ રેડ્ડીએ યો-યો ટેસ્ટમાં 18.1 સ્કોર કર્યો છે. જે ઘણા સ્ટાર ખેલાડીઓ કરતા વધારે છે. નીતિશ ટૂંક સમયમાં સનરાઈઝર્સ ટીમમાં જોડાશે, જે 23 માર્ચે હૈદરાબાદમાં રાજસ્થાન રોયલ્સ સામે તેની પહેલી મેચ રમશે.

5 / 5
IPL 2024માં શાનદાર પ્રદર્શન બાદ નીતિશ રેડ્ડીએ ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો. આ પછી, તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો. આ દરમિયાન તેણે બેટ અને બોલ બંનેથી અદ્ભુત પ્રદર્શન કર્યું. મેલબોર્નમાં ચોથી ટેસ્ટ દરમિયાન તેણે સદી પણ ફટકારી હતી. આ પછી તે ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો. પરંતુ આ શ્રેણી દરમિયાન તે ઘાયલ થયો હતો. (All Photo Credit : PTI)

Published On - 4:46 pm, Sat, 15 March 25

Next Photo Gallery