
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્ટીફન ફ્લેમિંગને ટેસ્ટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો છે. તે બ્રેન્ડન મેક્કુલમનું સ્થાન લેશે.

ફ્લેમિંગનો કોચ તરીકેનો સૌથી મોટો અનુભવ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રહ્યો છે. તે 18 વર્ષ સુધી CSK સાથે જોડાયેલો હતો.

ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ IPL ટાઇટલ જીત્યા છે. તેની કોચિંગ શૈલી અને ક્રિકેટની સમજ માટે તેઓ ફેમસ છે.

ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બનવાની રેસમાં જોનાથન ટ્રોટ અને રિચાર્ડ ડોસન પણ સામેલ હતા. જોકે, ECBએ ફ્લેમિંગના અનુભવને પ્રાથમિકતા આપી હતી.

સ્ટીફન ફ્લેમિંગ પોતે પણ શાનદાર ક્રિકેટર રહી ચૂક્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ માટે 111 ટેસ્ટમાં 7,172 અને 280 વનડેમાં 8,037 રન બનાવ્યા હતા. (PC:PTI/X)