Breaking News : WPL 2026 શરુ થતાં પહેલા સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર થઈ,BCCI રિપ્લેસમેન્ટ નહી આપે

WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026ની શરુઆત પહેલા ગુજરાત જાયન્ટસને મોટો ઝટકો લાગ્યો છે. ટીમની સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ છે. આ ખેલાડીને ગુજરાતે ઓક્શનમાં ખરીદ્યી હતી.

| Updated on: Jan 09, 2026 | 10:34 AM
1 / 5
મહિલા પ્રીમિયર લીગ 2026ની શરુઆત 9 જાન્યુઆરીથી શરુ થવા જઈ રહી છે. સીઝનની શરુઆત પહેલા ગુજરાત જાયન્ટસને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમની એક સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, ગુજરાત જાયન્ટસને આ ખેલાડીનું રિપ્લેસમેન્ટ મળશે નહી.

2 / 5
 સ્ટાર વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયા ઈજાના કારણે મહિલા પ્રીમિયર લીગ 2026નો ભાગ રહેશે નહી. ભાટિયાને હાલમાં ઓક્શન દરમિયાન ગુજરાતની ટીમે 50 લાખમાં ટીમમાં સામલે કરી હતી. પરંતુ તે ઈજામાંથી બહાર આવી નથી. જેના કારણે તેને બહાર થવું પડ્યું છે.

3 / 5
ગુજરાત જાયન્ટસ માટે ખરાબ સમાચાર એ છે કે, તેને યાસ્તિકા ભાટિયાના સ્થાને બીજી ખેલાડી પણ મળશે નહી. યાસ્તિકા ભાટિયા ઓક્શન પહેલા ઈજાગ્રસ્ત થઈ હતી. બીસીસીઆઈના નિયમ મુજબ ઓક્શન પહેલા ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે કોઈ રિપ્લેસમેન્ટ આપતી નથી.

4 / 5
યાસ્તિકા ભાટિયા પહેલી સીઝનથી આ લીગનો ભાગ હતી. શરુઆતના 3 વર્ષ સુધી તે મુંબઈની ટીમનો ભાગ હતી. જેમણે 2 વખત ખિતાબ જીત્યો હતો પરંતુ ગત્ત સીઝન તેની ખાસ રહી નથી. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સન ટીમે તેને રિલીઝ કરી હતી.

5 / 5
ગુજરાત જાયન્ટસ માટે પહેલી 3 સીઝન ખાસ રહી ન હતી. પહેલી 2 સીઝનમાં ટીમ છેલ્લા સ્થાને રહી હતી. તેમજ ટૂર્નામેન્ટની ગત્ત સીઝનમાં ત્રીજા સ્થાને રહી હતી. ગુજરાત જાયન્ટસની ટીમ આ વખતે પોતાનો પહેલો ખિતાબ જીતવા સાથે મેદાનમાં ઉતરશે.