IPL 2024 : સૌની નજર કેપ્ટન પર, શુભમન ગિલે આજે 100મી આઈપીએલ મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમશે
શુભમન ગિલ આ સીઝનમાં આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન છે. ગુજરાત ટાઈટન્સ આગામી મેચ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમશે. શુભમન ગિલની આજે 100મી મેચ છે. શુભમન ગિલે આઈપીએલ 2024માં કુલ 8 મેચ રમી છે. જેમાં તેમણે 298 રન બનાવ્યા છે.
1 / 5
આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે થશે. બંન્ને ટીમો વચ્ચે આ મેચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ એક ખાસ રેકોર્ડ પોતાને નામ કરવા તૈયાર છે.
2 / 5
શુભમન ગિલ હાલમાં આઈપીએલમાં સૌથી બેસ્ટ ખેલાડીઓમાંથી એક છે. તેની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સની ટીમ આ સીઝનમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી, પરંતુ ગિલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આજે દિલ્હી વિરુદ્ધ શુભમન ગિલ પોતાની 100મી આઈપીએલ મેચ રમશે. ગિલ આવું કરનાર 65મો ખેલાડી બનશે.
3 / 5
આઈપીએલમાં ગિલ માટે આજની મેચ ખાસ છે. સાથે ગિલ આજની મેચમાં શાનદાર પ્રદર્શન કરી ટીમને જીતાડશે. આ સીઝનમાં અત્યારસુધી ગુજરાતે 8 મેચ રમી છે. જેમાંથી તેની ટીમે 4 જીત મેળવી છે 4 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.
4 / 5
શુભમન ગિલે આઈપીએલ 2024માં કુલ 8 મેચ રમી છે. જેમાં તેમણે 298 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેનો બેસ્ટ સ્કોર 89નો રહ્યો છે.જે ઈનિગ્સ તેમણે પંજાબ વિરુદ્ધ રમી હતી. ગિલે આઈપીએલમાં અત્યારસુધી કુલ 99 મેચ રમી છે જેમાં કુલ 3088 રન બનાવ્યા છે.
5 / 5
ગિલનો આઈપીએલનો બેસ્ટ સ્કોર 129નો છે. તેમણે આઈપીએલમાં કુલ 3 સદી ફટકારી છે. તેમજ તેના નામે 20 અડધી સદી પણ સામેલ છે.