
હવે શુભમન નંબર-2 રિટેન ખેલાડી તરીકે ટીમમાં યથાવત રહેશે, તેનો અર્થ એ પણ છે કે શુભમનને રાશિદ ખાન કરતા ઓછા રૂપિયા મળશે. IPL રિટેન્શનના નિયમો અનુસાર, પહેલા રિટેન કરાયેલા ખેલાડીને 18 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બીજા રિટેન ખેલાડીને 14 કરોડ રૂપિયા મળશે.

શુભમન ગિલના આ નિર્ણયને ચાહકો સલામ કરી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે ગિલે ટીમ માટે પોતાના અહંકારને સામે આવવા દીધો નથી, જે ભાગ્યે જ જોવા મળે છે. ગિલ એ પણ જાણે છે કે ગુજરાત ટાઈન્સનો સૌથી મોટો મેચ વિનર જો કોઈ હોય તો તે રાશિદ ખાન છે. જો રાશિદ ખાન ગુજરાતની ટીમમાં નહીં હોય તો આ ટીમનું સંતુલન બગડી શકે છે. આ જ કારણ છે કે એવા અહેવાલો હતા કે જો ગિલને નંબર વન પર જાળવી રાખવામાં આવે છે તો રાશિદ ખાન હરાજીમાં જઈ શકે છે. હવે ગિલે આ સમાચારોનો અંત લાવી દીધો છે. (All Photo Credit : PTI/Getty)