
મેચ દરમિયાન જીતેશ શર્મા અચાનક ટ્રેન્ડ થયો હતો. જેનું કારણ તેની આ ઈનિંગ નહીં પરંતુ તેની સાથે થયેલો અન્યાય હતો. જીતેશ પંજાબ કિંગ્સનો વાઈસ કેપ્ટન છે છતાં રેગ્યુલર કેપ્ટન ધવન ઈજાગ્રસ્ત થતા પંજાબે તેને કપ્તાની સોંપી નહીં અને સેમ કરનને કેપ્ટન બનાવ્યો.

સિઝન શરુ થવા પહેલા તમામ ટીમના કેપ્ટનના ફોટો સેશનમાં પણ પંજાબ તરફથી ધવનના સ્થાને જીતેશ શર્મા હાજર રહ્યો હતો. જીતેશ વિકેટ કીપર બેટ્સમેન તરીકે બંને રોલમાં સારું પ્રદર્શન પણ કરી રહ્યો છે, છતાં જીતેશને તક ન આપી ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને કેપ્ટન બનાવતા સોશિયલ મીડિયા પર ફેન્સ ભડક્યા હતા અને પંજાબના આ નિર્ણયની ટીકા કરી હતી.