
તાજેતરમાં જ ભાઈ અર્જુન તેંડુલકરની સગાઈ થઈ છે, અને તેની મંગેતર, સાનિયા ચાંડોક પણ તેંડુલકર પરિવારનો ભાગ છે. ટુંકમાં ભાભી-નણંદ વચ્ચે ખુબ જ સારા સંબંધો છે.

ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ ગ્લેમરની દુનિયામાં તે કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી.

ફેશનથી લઈને સોશિયલ મીડિયામાં સારા તેંડુલકર ચર્ચામાં રહે છે. સારા તેંડુલકરને ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તે કેટલી વાર સ્કૂલ બંક કરી છે. આના પર સારાએ હસીને જવાબ આપ્યો, ફક્ત એક વાર નહીં, ઘણી વાર." જોકે, તેણીએ શાળા છોડવાનું કારણ જણાવ્યું ન હતું.

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની કુલ સંપત્તિ 1 કરોડ રૂપિયા છે. સારાએ લંડન, યુકેમાં પોતાનું શિક્ષણ મેળવ્યું છે અને તેની પાસે બાયોમેડિકલ સાયન્સની ડિગ્રી હોવાનું જાણવા મળે છે.

સારા તેંડુલકર મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી છે.સચિનની દીકરી સારા તેના ભાઈ અર્જુન કરતા મોટી છે.સારા તેંડુલકરનો ભાઈ અર્જુન તેંડુલકર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ભાગ છે.

સારા તેંડુલકરે પોતાનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે.

તેમજ વધુ અભ્યાસ માટે લંડનની યૂનિવર્સિટી કોલેજમાં ગઈ હતી. તે મેડિકલ સાયન્સનો પણ અભ્યાસ કરી ચૂકી છે. સારા બોલિવુડમાં જોવા મળતી નથી પરંતુ તે હંમેશા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને મોડલિંગ પ્રોજકેટમાં જોવા મળે છે.

સારા તેંડુલકર તેની સ્ટાઇલ અને લૂક્સના કારણે ઘણી ચર્ચામાં રહે છે. સારા તેંડુલકર તેની ફિટનેસના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

ફેશન પ્રોફેશનલ અને મોડેલ સારા તેંડુલકર સચિન તેંડુલકર ફાઉન્ડેશનના ડિરેક્ટર પણ છે.

સારાએ મોડેલિંગમાં પણ કામ કર્યું છે અને તે તેના માતાપિતાના NGO સાથે પણ સંકળાયેલી છે.