
જ્યારે સંજુ સેમસને આઈપીએલ ડેબ્યુ કર્યું તો તેની સેલેરી માત્ર 8 લાખ રુપિયા હતી. જે હવે કરોડો રુપિયામાં પહોંચી છે. સંજુ સેમસનને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રૈક્ટના ગ્રેડ સી સામેલ છે. આ કોન્ટ્રૈક્ટ હેઠળ વર્ષના 1 કરોડ રુપિયાનો પગાર મળે છે.ઓડીઆઈ માટે અંદાજે 6 લાખ રુપિયા અને ટી20ની એક મેચ માટે અંદાજે 3 લાખ રુપિયા મળે છે.

ક્રિકેટના મેદાનથી દુર રહી સંજુ સેમસન જાહેરાત દ્વારા પણ મોટી કમાણી કરે છે. રિપોર્ટ અનુસાર તે જાહેરાતથી અંદાજે 5 થી 7 કરોડ રુપિયા કમાયે છે. તેમજ તેનો અલગ અલગ બિઝનેસ પણ છે.

સંજુ સેમસન ખૂબ જ લક્ઝકી લાઈફ જીવે છે. તેમની પાસે કેરળમાં એક લક્ઝરી બંગલો છે, જેની કિંમત લગભગ 6 કરોડ હોવાનું કહેવાય છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે રહે છે. તેમના કાર કલેક્શનમાં રેન્જ રોવર સ્પોર્ટ, ઓડી A6, મર્સિડીઝ-બેન્ઝ CLS અને BMW 5 સિરીઝ જેવી મોંઘી કારનો સમાવેશ થાય છે.
Published On - 11:32 am, Tue, 11 November 25