જય શાહનું મોટું એલાન, ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા જ હશે ભારતના કેપ્ટન

આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ 10 વર્ષથી કેપ્ટન રહેલા રોહિત શર્માને બદલે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને સોંપવામાં આવી હતી. ત્યારથી જ ચર્ચા શરુ થઈ હતી કે શું ટી20 વર્લ્ડ કપ 2024માં પણ રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડયાને કેપ્ટન બનાવવામાં આવશે. આ દરમિયાન રોહિત શર્માના કરિયર, પરફોર્મન્સ અને ફિટનેસ પર પણ સવાલ ઉઠયા હતા. જોકે જય શાહની જાહેરાતથી તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે.

| Updated on: Feb 15, 2024 | 6:53 AM
4 / 5
તેમણે જાહેરાત કરી કે આગામી ટી20 વર્લ્ડ કપ 2024 માટે રોહિત શર્મા જ ભારતીય ટીમના કેપ્ટન રહેશે. જ્યારે ગુજ્જુ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા આગામી ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે.

5 / 5
રોહિત શર્માએ આઈપીએલની 158 ટી20 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાંથી 87 મેચમાં તેની ટીમે જીત મેળવી છે.જ્યારે 67 મેચમાં હાર અને 4 મેચ ટાઈ થઈ. ભારતીય ટીમની કેપ્ટન તરીકે રોહિત શર્માએ 54 માંથી 41 મેચમાં જીત મેળવી છે, જ્યારે 12 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડયો છે. જ્યારે 1 મેચ ટાઈ રહી હતી.