રિષભ પંતે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો, હવે RCBમાં પ્રવેશ કરશે !
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને પુણે ટેસ્ટ પહેલા એક સારા સમાચાર મળ્યા છે. આ ખેલાડીએ ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. આ ખેલાડી પર IPL સાથે જોડાયેલા મોટા સમાચાર પણ સામે આવ્યા છે.
1 / 5
ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ફરી એકવાર દમદાર ફોર્મમાં છે. બાંગ્લાદેશ સામે ટેસ્ટ સદી ફટકાર્યા બાદ હવે આ ખેલાડીએ ન્યુઝીલેન્ડ સામે પણ શાનદાર ઈનિંગ રમી છે. જો કે તે માત્ર એક રનથી સદી ચૂકી ગયો હતો, રિષભ પંતને 99 રન બનાવીને મોટો ફાયદો થયો હતો.
2 / 5
પૂણે ટેસ્ટ પહેલા ICC રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ ખેલાડીએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. બેટ્સમેનોની રેન્કિંગમાં રિષભ પંત છઠ્ઠા સ્થાને આવી ગયો છે. તે વિરાટ કોહલીથી બે સ્થાન ઉપર છે. વિરાટ કોહલી આઠમાં સ્થાને છે. ICC રેન્કિંગમાં ભારતનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ છે, જે ચોથા સ્થાને છે.
3 / 5
પંત વિશે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે જે ખરેખર ચોંકાવનારા છે. IPL 2025ની હરાજી પહેલા રિટેન્શનની તારીખ નજીક આવી રહી છે અને તે પહેલા સમાચાર સામે આવી રહ્યા છે કે RCBની નજર રિષભ પંત પર છે.
4 / 5
કહેવામાં આવી રહ્યું છે કે RCB રિષભ પંતને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે. અહેવાલો અનુસાર, રિષભ પંત આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ન બને તો ઓક્શનમાં જઈ શકે છે. જો આવું થાય તો પંતને ખરીદવા માટે ઘણી ટીમો આગળ આવી શકે છે.
5 / 5
રિષભ પંત બેંગ્લોર ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો. બીજા દાવમાં તે વિકેટકીપિંગ ન કરઈ શક્યો, પરંતુ પંત બેટિંગ કરવા આવ્યો હતો અને શાનદાર ઈનિંગ રમી હતી. જોકે તેની ઈજા સંપૂર્ણ રીતે સાજી થઈ નથી. હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચે પુણેમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી છે કે પંત બીજી ટેસ્ટ રમવા જઈ રહ્યો છે. તે સંપૂર્ણ રીતે ફિટ છે અને વિકેટકીપિંગ પણ કરશે. (All Photo Credit : PTI / Getty Images)