
નેહા સિંહે પોડકાસ્ટમાં કહ્યું કે, તેની ભાભીની એક બહેન અલીગઢમાં રહે છે. તેને એક કાપડનું કામ હતુ. તે ઈચ્છતી હતી કે, રિંકુ સિંહ તેના કામને લઈ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શરે કરે.

આ માટે પ્રિયાએ રિંકુ સિંહના ફ્રેન્ડને ફોન કર્યો હતો. તેમણે કામને લઈ વાત કરી અને આમ રિંકુ સિંહ અને પ્રિયા સરોજની વાત ચાલતી રહી અને લવ સ્ટોરી શરુ થઈ.

પોડકાસ્ટમાં નેહા સિંહે પ્રિયા સરોજની સાથે તેના સંબંધો વિશે પણ વાત કરી છે.

તેમણે કહ્યું કે, નણંદ-ભાભી વચ્ચે ખુબ જ સુંદર સંબંધો છે. ભાભી ગમે એટલી કામમાં વ્યસ્ત હોય પરંતુ નણંદનો ફોન જરુર રિસીવ કરે છે.