
હવે રિંકુ સિંહે ખુલાસો કર્યો છે કે,તે પ્રિયા સરોજ સાથે છેલ્લા 3 વર્ષથી રિલેનશીપમાં છે. રિંકુએ પોતાની પોસ્ટમાં લખ્યું લાંબા સમયથી અંદાજે 3 વર્ષથી અમે આ દિવસની રાહ જોતા હતા.

રિંકુ સિંહ હાલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી આઈપીએલ 2025માં રમતો જોવા મળ્યો હતો. ઓગસ્ટ મહિનામાં ભારત-બાંગ્લાદેશ ટી20 સીરિઝમાં રમશે. મછલીશહરથી સાંસદ પ્રિયા સરોજ પણ ટુંક સમયમાં સાંસદના મોનસૂન સત્ર દરમિયાન જોવા મળશે.

રિંગ સેરેમની માટે, રિંકુ સિંહ અને પ્રિયા સરોજે એકબીજા માટે ખાસ વીંટીઓ મંગાવી હતી.સપા સાંસદે કોલકાતાથી ડિઝાઇનર વીંટી ખરીદી હતી જ્યારે રિંકુ સિંહે મુંબઈથી ખાસ વીંટી મંગાવી હતી. બંને વીંટીઓની કુલ કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

રિંકુ અને પ્રિયાના લગ્ન 18 નવેમ્બરે વારાણસીની હોટેલ તાજમાં થશે. આ સમારોહમાં ક્રિકેટ સ્ટાર્સ, ફિલ્મ હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ હાજરી આપી શકે છે. તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

સગાઈ બાદ રિંકુ અને પ્રિયાને ચાહકો સગાઈની શુભકામના પાઠવી રહ્યા છે. ચાહકોને બંન્નેની જોડી પણ ખુબ પસંદ આવી રહી છે.