રવિન્દ્ર જાડેજાની ગણતરી આઈપીએલમાં શાનદાર ઓલરાઉન્ડરમાં થાય છે. તે નીચલા ક્રમે ઉતરી શાનદાર બેટિંગ કરે છે. તેમજ બોલિંગમાં પોતાની સ્પિનનો જાદુ કરે છે. તેમજ ફીલ્ડિંગમાં પણ તેનું પ્રદર્શન જોરદાર છે.
કોઈપણ ટીમ માટે, તે ત્રણેય વિભાગોમાં હિટ સાબિત થશે - બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ. રવિન્દ્ર જાડેજા IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે.આઈપીએલ 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોતાની પ્રથમ મેચ 23 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમાશે.
જો આ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 41 રન બનાવવામાં પણ સફળ થાય છે તો તે આઈપીએલના ઈતિહાસમાં પોતાના 3 હજાર રન પુરા કરી લેશે. તેમણે અત્યારસુધી આઈપીએલની 240 મેચમાં કુલ 2959 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 3 અડધી સદી પણ આવી છે.
જો બાપુની આઈપીએલની બોલિંગની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ આઈપીએલમાં કુલ 160 વિકેટ લીધી છે. જો હવે 41 રન કર્યા તો આઈપીએલમાં 3000થી વધારે રન અને 150થી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની જશે. જે આઈપીએલમાં આજસુધી કોઈ ઓલરાઉન્ડર આ મોટો રેકોર્ડ કરી શક્યું નથી.
રવિન્દ્ર જાડેજા વર્ષ 2008થી આઈપીએલનો ભાગ છે. પ્રથમ સીઝનમાં તે રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો.
ત્યારે તેમણે ટીમ સાથે આઈપીએલ 2008નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ આઈપીએલ 2012 ઓક્શનમાં CSKની ટીમે તેને ખરીદ્યો હતો. ત્યારથી તે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ છે.
તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજા આઈપીએલમાં ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે.