
રોહિત શર્માની ગણતરી આ સમયના મહાન બેટ્સમેનોમાં થાય છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટને ત્રણેય ફોર્મેટમાં પોતાની તાકાત દેખાડી છે. તાજેતરમાં જ તેણે વનડેમાં પોતાના 10,000 રન પૂરા કર્યા.રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ચેમ્પિયન ટ્રોફી 2025ની પહેલી સેમિફાઈનલમાં 29 બોલમાં 28 રન બનાવ્યા હતા. જેમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સામેલ છે.

ટીમ ઈન્ડિયા ફાઇનલમાં સાઉથ આફ્રિકા અથવા ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ આજે પાકિસ્તાનના લાહોરમાં રમાશે.