
ગિલે આ શ્રેણીમાં કેપ્ટન તરીકે અદ્ભુત પ્રદર્શન કર્યું. કોઈએ વિચાર્યું ન હતું કે તે ઈંગ્લેન્ડની ધરતી પર કેપ્ટન તરીકે આટલી સારી બેટિંગ કરશે, કારણ કે બધાને તેની ટેકનિકલ ખામીઓ વિશે ખબર હતી, પરંતુ તેણે પોતાની નબળાઈને તાકાતમાં ફેરવી અને ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચ્યો.

ટેસ્ટ શ્રેણીમાં મેડલ ઉપરાંત ગિલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. ગિલે એજબેસ્ટનમાં 269 અને 161 રન બનાવ્યા હતા. આ ઈનિંગ્સ પછી, તેને દારૂની બોટલ મળી હતી. પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યા પછી પણ, તેને દારૂની એક બોટલ આપવામાં આવી હતી.

ઈંગ્લેન્ડમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જીતનારા ખેલાડીઓને દારૂની બોટલ આપવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે ઓવલ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો પરંતુ તેણે દારૂની બોટલ ન લીધી અને ફક્ત મેડલ જ સ્વીકાર્યો. (All Photo Credit : PTI / GETTY)