ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરુઆત શનિવાર એટલે કે, 22 માર્ચથી થવા જઈ રહી છે.આઈપીએલની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. આઈપીએલની આ 18મી સીઝન છે. આઈપીએલ 2025ની પ્રથમ મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આ મેચ રમાશે.
આઈપીએલને ક્રિકેટનો તહેવાર કહેવામાં આવે છે. આઈપીએલ બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો પણ જોવાનું પસંદ કરે છે. 2 મહિના સુધી ચાલનાર આ લીગ ચાહકોનું ખુબ મનોરંજન કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, આઈપીએલ 2025 ચાહકો ટીવી અને ઓનલાઈન કઈ રીતે જોઈ શકશે.
આઈપીએલ 2025ની તમામ મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર તમે લાઈવ ટેલીકાસ્ટ જોઈ શકશો. તેમજ આઈપીએલ 2025ની તમામ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ તેમજ તેની વેબસાઈટ પર જોઈ શકશો.
આઈપીએલ 2025નું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર અને તેની વેબસાઈટ પર ફ્રીમાં નહી જોઈ શકો. જેના માટે તમારે સબસક્રિપ્શનની જરુર પડશે. ટુંકમાં આ વખતે ચાહકો આઈપીએલ ફ્રીમાં જોઈ શકશે નહી.
જો તમે ક્રિકેટ તેમજ આઈપીએલ 2025ના લાઈવ ન્યુઝ ટીવી 9 ગુજરાતી વેબસાઈટ પર વાંચી શકો છો.IPL 2025 પહેલા BCCIએ ઘણા મોટા નિર્ણયો લીધા છે, જેના કારણે આ લીગ વધુ રોમાંચક બની છે.
તમને જણાવી દઈએ કે, IPLએ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે.
આ લીગને BCCIનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે, જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી.
Published On - 11:17 am, Fri, 21 March 25