
સચિનની શાનદાર ક્રિકેટ કારકિર્દીમાં, અજિત તેંડુલકર એક મુખ્ય પાત્ર હતા કારણ કે તેમણે તેમની પ્રતિભા શોધી કાઢી હતી અને ક્રિકેટર તરીકે સફળ થવા માટે તેમને ઘણો ટેકો આપ્યો હતો. સચિનના બાળપણમાં અજિત તેના નાના ભાઈને ક્રિકેટ કોચ રમાકાંત આચરેકર પાસે લઈ ગયા હતા

સચિનની એક મોટી બહેન પણ છે જેનું નામ સવિતા છે. દર વર્ષે સવિતા તેના ભાઈ સચિન તેંડુલકર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.દિગ્ગજ ક્રિકેટરે એ પણ ખુલાસો કર્યો કે તેને તેનું પહેલું બેટ તેની મોટી બહેન પાસેથી જ મળ્યું હતું.

સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકર બાળરોગ નિષ્ણાત છે. 1990માં તેણે સચિનને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોયો હતો.24 મે, 1995 ના રોજ મુંબઈના વર્લીમાં ક્રિકેટર સાથે લગ્ન કર્યા. તે તેના પતિ સચિન કરતા છ વર્ષ મોટી છે, જેનો જન્મ 24 એપ્રિલ, 1973ના રોજ થયો હતો. લગ્ન પછી તેણે પોતાના પરિવારને સમય આપવા માટે નોકરી છોડી દીધી હતી.

સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરના લગ્નના બે વર્ષથી વધુ સમય પછી સારા તેંડુલકરનો જન્મ થયો હતો. ક્રિકેટના ઉસ્તાદની પુત્રીએ તેનું શાળાકીય શિક્ષણ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં કર્યું હતું. સારાએ યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી તબીબી ડિગ્રી પણ મેળવી છે.ઈન્સ્ટાગ્રામ પર તે એક્ટિવ રહે છે

અર્જુન તેંડુલકર સચિન અને અંજલિનું સૌથી નાનું સંતાન છે. તેમનો જન્મ 24 સપ્ટેમ્બર, 1999ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. જુનિયર તેંડુલકરે તેના પિતાના માર્ગને અનુસર્યો છે કારણ કે તે ભવિષ્યમાં સફળ ક્રિકેટર બનવા માંગે છે. જુલાઈ 2018 માં, તેણે શ્રીલંકા સામે અંડર-19માં ડેબ્યૂ કર્યું. 15 જાન્યુઆરી, 2021 ના રોજ, તેણે 2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા સામે મુંબઈ માટે તેની સ્થાનિક T20 કારકિર્દીની શરૂઆત કરી. આઈપીએલ 2023ની સીઝનમાં અર્જુન તેંડુલકરે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી ડેબ્યુ કર્યું છે.
Published On - 9:00 am, Mon, 10 July 23