5 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં કેએલ રાહુલની નિરાશાજનક વાપસી, 24 બોલમાં કોઈ રન બનાવ્યા નહીં

|

Jan 30, 2025 | 4:34 PM

રણજી ટ્રોફીમાં કેએલ રાહુલનું પુનરાગમન જોરદાર રહી શક્યું નથી. તે હરિયાણા સામે પ્રથમ દાવમાં મોટો સ્કોર કરી શક્યો નહોતો. કેએલ રાહુલ 2020 પછી પ્રથમ વખત રણજી ટ્રોફી મેચ રમવા આવ્યો હતો.

1 / 5
કેએલ રાહુલ 5 વર્ષ બાદ રણજી ટ્રોફીની પિચ પર પરત ફર્યો છે. પરંતુ તેનું પુનરાગમન મેચમાં પ્રદર્શન કઈં ખાસ રહ્યું નથી. હરિયાણા સામેની મેચમાં કર્ણાટકની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. 45 રન પર પ્રથમ વિકેટ પડ્યા બાદ કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો હતો.

2 / 5
વર્ષ 2020 પછી આ પ્રથમ વખત હતું જ્યારે રાહુલ રણજી મેચ રમી રહ્યો હતો. બીજા છેડે મયંક અગ્રવાલ હતો, જે કર્ણાટકનો કેપ્ટન હોવા ઉપરાંત કેએલ રાહુલનો સારો મિત્ર પણ છે. પરંતુ રાહુલ આ તમામ તકોનો ખાસ ફાયદો ઉઠાવી શક્યો ન હતો.

3 / 5
કેએલ રાહુલ જ્યારે આઉટ થયો ત્યારે મયંક અગ્રવાલ સાથે 53 રનની ભાગીદારી કરીને કર્ણાટકના સ્કોરને 99 રન સુધી લઈ ગયો હતો. પ્રથમ દિવસની રમતનું બીજું સેશન ચાલુ થયું ત્યારે રાહુલ આઉટ થયો. પ્રથમ સેશનમાં 16 રન બનાવ્યા બાદ અણનમ રહેલા રાહુલે બીજા સેશનમાં જ્યારે તે આઉટ થયો ત્યારે તેના સ્કોરમાં વધુ 10 રન ઉમેર્યા હતા.

4 / 5
હરિયાણા સામે કેએલ રાહુલની ઈનિંગ 37 બોલની હતી, જેમાંથી તે 24 બોલ ડોટ રમ્યો હતો, એટલે કે તે 24 બોલ પર કોઈ રન નહોતા બન્યા. કેએલ રાહુલે 37 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા સામેલ હતા.

5 / 5
કેએલ રાહુલ પ્રથમ દાવમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તેના માટે મેચમાં હજુ એક ઈનિંગ બાકી છે, જેમાં તે કંઈક મોટું કરીને રણજી ટ્રોફીમાં વાપસીને રસપ્રદ બનાવી શકે છે. તે આ તકનો લાભ ઉઠાવવામાં સક્ષમ છે કે કેમ તે જોવું રહ્યું. (All Photo Credit : PTI)

Published On - 4:33 pm, Thu, 30 January 25