
એવું કહેવાય છે કે તેણીએ એમબીએ પૂર્ણ કર્યા પછી, તેના પિતા કલાનિતિ મારનને તેમના વ્યવસાયમાં મદદ કરી. કલાનિતિ મારન સન ટીવી નેટવર્કના માલિક છે.

ચેન્નાઈમાં 6 ઓગસ્ટ 1992ના રોજ જન્મેલી કાવ્યા મારનને 2019માં સન ટીવી નેટવર્કની ડિરેક્ટર પેનલમાં સામેલ કરવામાં આવી હતી. તેને ક્રિકેટમાં ઊંડો રસ છે. IPLમાં ખેલાડીઓની હરાજીમાં જે રીતે તે બોલી લગાવતી જોવા મળે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ટીમ માટે ખેલાડીઓની પસંદગીમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાવેલિંગના શોખીન કાવ્યાને સંગીત સાંભળવામાં પણ રસ છે.
Published On - 6:13 pm, Tue, 19 December 23