
તમને જણાવી દઈએ કે, બુમરાહને 18 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવેલી ચેમ્પિયન ટ્રોફી માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે બીસીસીઆઈને ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવો પડ્યો હતો.

બુમરાહના સ્થાને હર્ષિત રાણાને સામેલ કરવામાં આવ્યો છે. જેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં બુમરાહના બેકઅપના રુપમાં સામેલ કરવામાં આવ્યો હતો. હર્ષિત રાણાએ આ સીરિઝ દરમિયાન પોતાનું વનડે ડેબ્યુ કર્યું હતુ.

ચેમ્પિયન ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ જોઈએ તો રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર,કેએલ રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ,રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી. નોન ટ્રૈવલિંગ રિઝર્વ ખેલાડી વિશે વાત કરીએ તો, યશસ્વી જ્યસ્વાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે