
એક સમયે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરનાર કેએલ રાહુલ હાલમાં પાંચમા નંબરે બેટિંગ કરવા આવે છે. ક્યારેક તે 6 કે 7 નંબર પર બેટિંગ કરવા આવે છે, પરંતુ તે તેનાથી નારાજ નથી.

શાંત સ્વભાવના કેએલ રાહુલે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે લોકો સાઈડ સ્ક્રીન પાછળથી ઈશારા કરીને તેને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને ખૂબ ગુસ્સો આવે છે.

સ્વાભાવિક છે કે, સાઈટસ્ક્રીન સામેની કોઈપણ હિલચાલ બેટ્સમેનોને હેરાન કરે છે, પરંતુ કદાચ આ જ વાત રાહુલને સૌથી વધુ હેરાન કરે છે.

આ જ કારણ છે કે આવા સમયે કેએલ રાહુલ પોતાનો શાંત સ્વભાવ પણ ભૂલી જાય છે. (All Photo Credit : PTI)