
2023ની IPL સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવ્યો ત્યારે તેનું નસીબે ચમક્યું. કારણ કે તુષાર IPL ઈતિહાસનો પહેલો ખેલાડી બન્યો જે આ નિયમ હેઠળ રમ્યો હોય. આ પછી તેને સતત રમવાની તક મળી અને હવે તે ટીમ ઈન્ડિયામાં પહોંચી ગયો છે.

તુષાર દેશપાંડે IPLમાં અત્યાર સુધીમાં 36 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 42 વિકેટ પોતાના નામે કરી છે. 2024ની સિઝનમાં તુષાર દેશપાંડેએ 13 મેચમાં 17 વિકેટ લીધી હતી. જ્યારે 2023 IPL તેની કારકિર્દીની સૌથી સફળ સિઝન હતી. તે સિઝનમાં તેણે 16 મેચમાં 21 વિકેટ ઝડપી હતી.
Published On - 5:59 pm, Sat, 13 July 24