
વર્ષ 2022ની સીઝનથી લઈ ગત ચેમ્પિયન રનરઅપ ટીમને આટલી જ પ્રાઈઝમની મળી હતી. ત્યારબાદ એવી આશા હતી કે, આ સીઝનમાં પણ ચેમ્પિયન બનનારી ટીમને 20 કરોડ રુપિયા પ્રાઈઝમની મળશે. આ સિવાય ત્રીજા સ્થાને રહેનારી ટીમને 7 કરોડ રુપિયા અને ચોથા સ્થાને રહેનારી ટીમને 6.5 કરોડ રુપિયાની પ્રાઈઝમની મળે તેવી આશા છે.

હવે આપણે 2008થી 2024 સુધી વિજેતા ટીમની પ્રાઈઝમનીની જો વાત કરીએ તો.2008 થી 2009માં 4.8 કરોડ રુપિયા. 2010 થી 2013માં 10 કરોડ રુપિયા, 2014 થી 2015માં 15 કરોડ રુપિયા. 2016માં 16 કરોડ રુપિયા, 2017માં 15 કરોડ રુપિયા. 2018 થી 2019માં 20 કરોડ રુપિયા, 2020માં 10 કરોડ રુપિયા,2021માં 20 કરોડ રુપિયા અને 2022 થી 2024 સુધી વિજેતા ટીમને પ્રાઈઝમની તરીકે 20 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે.

આઈપીએલમાં પર્પલ કેપ અને ઓરેન્જ કેપ જીતનારા ખેલાડીઓને પણ પ્રાઈઝમની મળે છે. જેમાં સીઝનમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ તેમજ પ્રાઈઝમની તરીકે 10 લાખ રુપિયા આપવામાં આવે છે. તો સીઝનમાં સૌથી વિકેટ લેનાર ખેલાડીને પર્પલ કેપ સાથે પ્રાઈઝમની 10 લાખ રુપિયા આપવામાં આવે છે.
Published On - 11:29 am, Fri, 23 May 25