
IPL 2026 ની શરૂઆત એકદમ ધમાકેદાર રીતે થઈ, જ્યાં Royal Challengers Bangalore (RCB) એ Sunrisers Hyderabad (SRH) સામે જબરદસ્ત પ્રદર્શન કરીને યાદગાર જીત નોંધાવી. ટુર્નામેન્ટની પહેલી મેચમાં RCB એ 6 વિકેટથી એકતરફી જીત મેળવી અને ઇતિહાસ રચ્યો.

ટોસ હાર્યા બાદ SRH એ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 201 રન બનાવ્યા. ટીમ માટે કેપ્ટન Ishan Kishan એ શાનદાર ઇનિંગ રમી, તેણે માત્ર 38 બોલમાં 80 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થયો. ઉપરાંત, અનિકેત વર્માએ 18 બોલમાં 43 રન બનાવ્યા, જ્યારે Heinrich Klaasen એ 31 રનની યોગદાન આપ્યું.

RCB માટે બોલિંગમાં Jacob Duffy એ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 4 ઓવરમાં માત્ર 22 રન આપી 3 વિકેટ ઝડપી. Romario Shepherd એ પણ 3 વિકેટ મેળવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જ્યારે Jaydev Unadkat અને Harsh Dubey એ 1-1 વિકેટ લીધી.

201 રનના લક્ષ્યનો પીછો કરતા RCB ની શરૂઆત થોડું ધીમું રહી, પરંતુ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા દેવદત્ત પડિકલે મેચનો રુખ બદલી નાખ્યો. Devdutt Padikkal એ ફક્ત 26 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો.

તે ઉપરાંત, Virat Kohli એ પોતાની ક્લાસ બતાવી અને 38 બોલમાં અણનમ 69 રન બનાવી ટીમને જીત સુધી પહોંચાડી. કેપ્ટન Rajat Patidar એ પણ 12 બોલમાં ઝડપી 31 રન બનાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. અંતે, RCB એ માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 203 રન બનાવી લક્ષ્ય હાંસલ કર્યું અને 6 વિકેટથી ભવ્ય જીત મેળવી. આ જીત ખાસ હતી કારણ કે RCB એ IPL ના ઇતિહાસમાં પહેલી વાર SRH સામે 190+ રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો.(All Image : IPL 2026)
Published On - 11:25 pm, Sat, 28 March 26