
જો ગુજરાત ટાઈટન્સની ટીમ છેલ્લી મેચ જીતી જાય છે તો તેના 19 અંક થઈ જશે. કારણ કે, આરસીબી જો લખનૌ વિરુદ્ધ પોતાની મેચ જીતી જાય છે તો 19 અંક થશે. તેમજ પંજાબ અને મુંબઈ વચ્ચે રમાનારી મેચ જે પણ ટીમ જીતશે. ટોપ-2માં જવું લગભગ નક્કી છે.જ્યારે પંજાબ પોઈન્ટની દ્રષ્ટિએ તેમને પાછળ છોડી દેશે

IPL 2025 ના બાકી રહેલી મેચોની જો આપણે વાત કરીએ તો25 મે - ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, 25 મે – સનરાઇઝર્સ હૈદરાબાદ vs કોલકાતા નાઈટ રાઈડર્સ,26 મે- પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ,27મે – લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

જો ગુજરાત અને આરસીબી બંને પોતાની છેલ્લી મેચ હારી જાય તો મુંબઈ ટેબલમાં ટોચ પર પહોંચી શકે છે. તેમજ મુંબઈ ઈન્ડિયન્સ પંજાબને હરાવી દે છે. તો મુંબઈ ટોપ-2માં આવી જશે.હવે આપણે આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલની જો વાત કરીએ તો, ગુજરાત ટાઈટન્સ ટોપ પર છે. બીજા સ્થાને પંજાબ કિંગ્સની ટીમ 17 અંક સાથે છે. ત્રીજા સ્થાને આરસીબીની ટીમ 17 પોઈન્ટ સાથે છે. ચોથા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે.