
સુપર ઓવરની પ્રથમ ઇનિંગમાં મિશેલ સ્ટાર્કે પહેલા બોલ પર કોઈ રન આપ્યો ન હતો. હેટમાયર બોલને સ્પર્શ પણ કરી શક્યો નહીં. બીજા બોલ પર, હેટમાયર મિડવિકેટ પર ફોર ફટકારે છે. ત્રીજા બોલ પર ફક્ત એક જ રન આવ્યો. ૩ બોલમાં ૫ રન બનાવ્યા. ચોથા બોલ પર ચાર. તે નો બોલ હતો. ફ્રી હિટના ચોથો બોલ - રન આઉટ. રિયાન પરાગ આઉટ થયો. રાજસ્થાનના 4 બોલમાં 10 રન છે. પાંચમા બોલ પર રન આઉટ. યશસ્વી જયસ્વાલ આઉટ થયા છે. સુપર ઓવરમાં રાજસ્થાન ફક્ત 10 રન બનાવી શક્યું. મહત્વનું છે કે આ ઓવરમાં બે બોલમાં બે રન આઉટ થયા. જોકે આ બંને રન આઉટ રાજસ્થનાને ખૂબ મોંઘા સાબિત થયા.

સુપર ઓવરની બીજી ઇનિંગમાં સંદીપ શર્માના પહેલા બોલ પર રાહુલે બે રન બનાવ્યા. બીજા બોલ પર ફોર મળી, તેણે ઓફ સ્ટમ્પ છોડીને ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર સિક્સર, આ રીતે દિલ્હી સુપર ઓવરમાં જીત્યું. સ્ટબ્સે એક અદ્ભુત છગ્ગો ફટકાર્યો. (All Image - BCCI )
Published On - 11:54 pm, Wed, 16 April 25