
હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ તેમના જૂના જોરદાર ફોર્મમાં જોવા મળ્યા. ટ્રેવિસ હેડે 66 રનની જ્વલંત ઇનિંગ્સ રમી, પરંતુ અભિષેક શર્મા અટક્યો નહીં. અભિષેકે તેના IPL કારકિર્દીની પહેલી વિસ્ફોટક સદી ફટકારી. તેણે માત્ર 40 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો.

આ યુવા બેટ્સમેને 14 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 141 રનની ઇનિંગ રમી અને એકલા હાથે જીતની વાર્તા લખી. આ IPLના ઇતિહાસમાં બીજો સૌથી મોટો રન ચેઝ સાબિત થયો. ગયા વર્ષે, પંજાબ કિંગ્સે KKR સામે 262 રનના લક્ષ્યાંકનો પીછો કરીને એક મહાન રેકોર્ડ બનાવ્યો હતો. (All Image - BCCI)