આઈપીએલની 18મી સીઝનમાં અત્યારસુધી કુલ 7 મેચ રમાઈ ચૂકી છે. ત્યારબાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં પણ ખુબ મોટો ફેરફાર જોવા મળ્યો છે.
સાતમી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ વચ્ચે હતી. આ મેચ બાદ 2 ખેલાડીઓએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં મોટી છલાંગ લગાવી છે.
ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. તેમજ સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. હાલમાં સૌથી વધારે વિકેટ લખનૌ સુપર જાયન્ટસના શાર્દુલ ઠાકુરે લીધી છે. કુલ 6 વિકેટ સાથે પ્રથમ સ્થાન પર છે.
આ પહેલા પર્પલ કેપ ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહમદની પાસે હતી. જેમણે 1 મેચમાં 4 વિકેટ લીધી હતી. આઈપીએલ સીઝનના અંતમાં પર્પલ કેપ અને ઓરેન્જ કેપ ખેલાડીઓને આપવામાં આવે છે.
આઈપીએલ 2025માં પર્પલ કેપની લિસ્ટમાં ટોપ 5 બોલરની વાત કરીએ તો, શાર્દુલ ઠાકુર,નુર અહમદ, ખલીલ અહમદ, ક્રુણાલ પંડ્યા, આર સાંઈ કિશોર છે. IPLના નિયમો મુજબ, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થઈ જાય, તો ફ્રેન્ચાઇઝી તે ખેલાડીની જગ્યા પર અનસોલ્ડ ખેલાડીઓમાંથી કોઈને ટીમમાં સામેલ કરી શકે છે.
શાર્દુલ ઠાકુર 6 વિકેટ લઈ પ્રથમ સ્થાને છે. નૂર અહમદ 4 વિકેટ સાથે બીજા સ્થાને તો ખલીલ અહમદ , ક્રુણાલ પંડ્યા અને સાંઈ કિશોર 3 વિકેટ સાથે ક્રમશ છે.જો આપણે IPL 2025માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટો લેનાર બોલરોની યાદી પર નજર કરીએ તો, મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેનાર ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પર્પલ કેપ પ્રથમ સ્થાને છે, જેમાં તેણે 2 મેચમાં 8.83ની એવરેજથી 6 વિકેટ લીધી છે.
Published On - 10:53 am, Fri, 28 March 25