આઈપીએલ 2025ની 13મી મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસના હોમગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપના લિસ્ટમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા હતા. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર જેમણે લખનૌ વિરુદ્ધ મેચમાં અણનમ 52 રનની ઈનિગ્સ રમી હતી.હવે ઓરેન્જ કેપના લિસ્ટમાં નંબર 2 પર છે.
પર્પલ કેપના લિસ્ટમાં હજુ પણ ચેન્નાઈ સુપર કિંગ્સના મિસ્ટ્રી સ્પિનર નૂર અહમદ નંબર વન પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સીઝનમાં 3 માંથી 2 મેચ હારી ચૂકી છે. પરંતુ મિસ્ટ્રી સ્પિનર નૂર અહમદ અત્યારસુધી શાનદાર બોલિંગ કરી છે. તેમણે 9 વિકેટ લીધી છે. તે પર્પલ કેપની રેસમાં નંબર વન પર છે.
બીજા સ્થાને મિચેલ સ્ટાર્ક 8 વિકેટ સાથે છે. ત્રીજા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સનો બોલર ખલીલ અહમદ 6 વિકેટ સાથે છે. ચોથા નંબર પર લખનૌનો શાર્દુલ ઠાકુર અને પાંચમા નંબરે દિલ્હીનો કુલદીપ યાદવ છે, જેણે 2 મેચમાં 5 વિકેટ લીધી છે.
ઓરેન્જ કેપની લિસ્ટમાં શ્રેયસ અય્યરે લાંબી છલાંગ લગાવી છે. આઈપીએલ 2025માં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓના લિસ્ટમાં પ્રથમ નંબર પર લખનૌ સુપર જાયન્ટસનો ખેલાડી છે.
IPL 2025માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર લખનૌ સુપર જાયન્ટ્સના તોફાની બેટ્સમેન નિકોલસ પૂરન છે. જેમણે 3 મેચમાં અત્યારસુધી 189 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં બીજા નંબર પર શ્રેયસ અય્યર છે.
ગુજરાત ટાઈટન્સનો ખેલાડી સાંઈ સુદર્શન 2 મેચમાં 137 રન સાથે ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને ટ્રેવિસ હેડ 136 રન સાથે છે અને પાંચમાં સ્થાને લખનૌ સુપર જાયન્ટસનો ખેલાડી મિચેલ માર્શ 3 મેચમાં 124 રન સાથે ટોપ 5માં છે.