
આ પછી તે પાંચમા નંબરે બેટિંગ કરવા પણ આવ્યો. તેણે 25 બોલમાં 30 રનની ઇનિંગ રમી. ઐયરે આ રન 120 ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા, જેમાં ૫ ચોગ્ગાનો સમાવેશ થાય છે. બીજી તરફ, શશાંક સિંહે વિસ્ફોટક ઇનિંગ્સ રમી. તે 30 બોલમાં 59 રન બનાવીને અણનમ રહ્યો. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. શશાંક સિંહનો સ્ટ્રાઇક રેટ પણ 196.66 હતો.

શશાંક સિંહે આ સિઝનમાં ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રન બનાવ્યા છે. તેણે 12 મેચની 10 ઇનિંગ્સમાં 273 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે તેણે આ રન 68.25 ની સરેરાશથી બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ પણ 151.66 રહ્યો છે. તે IPL 2024 પછી છઠ્ઠા કે તેનાથી નીચેના નંબર પર રમતા સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. તેણે 3 અડધી સદી ફટકારી છે. (All Image - BCCI)
Published On - 6:46 pm, Sun, 18 May 25