
બીજી બાજુ સનરાઈઝર્સ હૈદરાબાદ 2 પોઈન્ટ લેવાની તક ગુમાવી છે તેના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. ટીમ 7 મેચમાં 4 પોઈન્ટની સાથે 9માં સ્થાને છે.

આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લા સ્થાને છે. જ્યારે પ્રથમ સ્થાને સૌથી વધારે 10 પોઈન્ટ સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ છે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને દિલ્હી કેપિટલ્સ , બીજા સ્થાને ગુજરાત ટાઈટન્સ, ત્રીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પાંચમાં સ્થાને પંજાબ કિંગ્સની છે.

આઈપીએલ 2025ની અડધી સીઝન પૂર્ણ થઈ ચૂકી છે. સાથે તમામ ટીમે જીતનું ખાતું ખોલાવી લીધું છે. હવે આની અસર પોઈન્ટ ટેબલ પર જોવા મળશે. જેમાં ખુબ જ રસાકસી જોવા મળી રહી છે. જેમાં ટોપ-4 ટીમના પોઈન્ટ સરખા છે. તો છેલ્લી 4 ટીમ પણ એકબીજાથી આગળ જવાની રેસમાં છે.