
હવે જ્યારે હાર્દિક પંડ્યા આ મેચમાં રમતો નહીં હોય, ત્યારે મુંબઈના કેપ્ટન તરીકે કોણ જોવા મળશે તે જાણવું રસપ્રદ રહેશે. જસપ્રીત બુમરાહ IPLના પહેલા ભાગમાં રમશે નહીં, એટલે કે તે કેપ્ટનશીપની દાવેદારીમાં નથી. હવે હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા કેપ્ટનશીપ માટે બે મોટા દાવેદાર છે. રોહિત શર્માની IPLમાં જમાવેલી ટ્રોફીઓ પોતાની ઉત્તમ કેપ્ટનશીપનો પુરાવો આપે છે.

બીજી બાજુ, તાજેતરમાં ટીમ ઈન્ડિયાની T20 ટીમના કેપ્ટન બનેલા સૂર્યકુમાર યાદવનો પણ એક ઉત્તમ રેકોર્ડ છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે 23 T20 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાં ભારતે 18 જીત મેળવી છે અને માત્ર 4 હારનો સામનો કરવો પડ્યો છે. જો કે રોહિત શર્મા ફરીથી કેપ્ટનશીપ સ્વીકારે એ શક્યતા ઓછી લાગે છે. તેથી, એ શક્ય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ સંભાળે. (All Image - BCCI)