
પંજાબ કિંગ્સ માટે આ સીઝનમાં આ બીજી ઓવર રેટ ઉલ્લંધનની ભૂલ હતી. જેના કારણે શ્રેયસ અય્યર પર 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સ માટે આ સીઝનમાં આ બીજી ઓવર રેટ ઉલ્લંધનની ભૂલ હતી. જેના કારણે શ્રેયસ અય્યર પર 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અગાઉ, ગુજરાત ટાઇટન્સ સામેની બંને મેચમાં સ્લો ઓવર રેટ માટે મુંબઈને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા પર ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પંડ્યાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇમ્પેક્ટ ખેલાડી સહિત બાકીના પ્લેઇંગ ઇલેવનને વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50 ટકા, જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સ મુંબઈએ આપેલા 203 રનના આ લક્ષ્ય 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યું અને આ જીત સાથે તેઓ 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી. હવે તે 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફાઇનલ રમશે.