
IPL દ્વારા જારી કરાયેલા સત્તાવાર મીડિયા રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, "અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર 9 દરમિયાન ધીમી ઓવર રેટ જાળવી રાખવા બદલ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર દંડ ફટકારવામાં આવ્યો છે. IPL આચાર સંહિતાના કલમ 2.2 હેઠળ, જે ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સાથે સંબંધિત છે, તે હેઠળ સીઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હોવાથી, પંડ્યા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે."

તમને જણાવી દઈએ કે આ વખતે IPLમાં, સ્લો ઓવર રેટના ત્રણ ગુના છતાં કોઈપણ ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં. આ વખતે BCCI દ્વારા ડિમેરિટ પોઈન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ગયા સિઝનમાં, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન એક મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયા હતા. તે જ સમયે, હાર્દિક પંડ્યાને તેની પાછલી સીઝનના કારણે આ સીઝનમાં એક મેચનો પ્રતિબંધ સહન કરવો પડ્યો હતો. (All Image - Canva)
Published On - 6:39 pm, Sun, 30 March 25