
મુંબઈ ઈન્ડિયન્સના યુવા સ્પિનર અલ્લાહ ગજનફર ઈજાને કારણે આઈપીએલની આગામી સીઝન માટે બહાર થઈ ચૂક્યો છે. 18 વર્ષીય અફઘાનિસ્તાનના સ્પિનર અલ્લાહ ગઝનફરને ફ્રેક્ચર થયું છે.

રિપ્લેસમેન્ટની જાહેરાત કરતા, મુંબઈ ઇન્ડિયન્સે કહ્યું, 'અફઘાન ઑફ-સ્પિનર મુજીબ ઉર રહેમાનને મુંબઈ ઇન્ડિયન્સે અલ્લાહ ગઝનફરના રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કર્યો છે, જે ઈજાને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે.

મુજીબ ઉર રહેમાન અત્યાર સુધી IPLમાં હૈદરાબાદ અને પંજાબ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે 19 IPL મેચ રમી છે અને 19 વિકેટ લીધી છે.
Published On - 4:34 pm, Sun, 16 February 25