
આ સિઝનમાં ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલા રબાડાએ લીગની પહેલી બે મેચ રમી હતી પરંતુ 2 એપ્રિલે અચાનક આફ્રિકા પરત ફર્યો હતો, ત્યારબાદ ગુજરાત ટાઈટન્સે જણાવ્યું હતું કે રબાડા અંગત કારણોસર પોતાના દેશમાં પરત ફર્યો છે. પરંતુ એક મહિના પછી, 3 મેના રોજ, રબાડાએ અચાનક એક નિવેદન જારી કરીને સનસનાટી મચાવી દીધી હતી. રબાડાએ ખુલાસો કર્યો હતો કે તેને રિક્રિએશનલ ડ્રગ્સનો ઉપયોગ કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેના કારણે તેને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

જોકે, હવે રબાડા ગુજરાત ટાઈટન્સની ટીમમાં પાછો જોડાયો છે. પરંતુ તે આગામી મેચ રમી શકશે કે નહીં તે ક્રિકેટ સાઉથ આફ્રિકા સાથે પરામર્શ કર્યા પછી જ નક્કી કરવામાં આવશે. રબાડાને રિક્રિએશનલ ડ્રગ્સનો ઉપયોગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેને વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA) હેઠળ પ્રદર્શન વધારતી દવાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવતી નથી.

તેથી, આ માટે દોષિત ખેલાડીઓ પર મહત્તમ 3 મહિના અને ઓછામાં ઓછા એક મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવે છે. રબાડાએ એક મહિનાનો સસ્પેન્શન પૂર્ણ કરી લીધો છે અને તેથી તે પાછો ફરી શકે છે. (All Photo Credit : PTI)