આઈપીએલ 2025માં શાર્દુલ ઠાકુરે સીઝનની શરુઆત ધમાકેદાર કરી છે. 2 મેચ રમી કુલ 6 વિકેટ પોતાના નામે કરી છે. આઈપીએલ 2025માં સૌથી વધારે વિકેટ લેનાર બોલર પણ છે.આ બધું એક ફોન કોલના કારણે થયું છે. તો ચાલો આ સ્ટોરી વિસ્તારથી જાણીએ.
શાર્દુલ ઠાકુરે આઈપીએલ 2025માં 6 ઓવર નાંખી અને 6 વિકેટ લીધી છે. તેની પાસે પર્પલ કેપ પણ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ તેને પુછવામાં આવ્યું કે, તેને શું લાગ્યું કે, આઈપીએલની આ સીઝનમાં તુ રમી શકીશ.
જેના જવાબમાં શાર્દુલ ઠાકુરે કહ્યું ઈમાનદારીથી કહું તો મે મારો પ્લાન બનાવી લીધો હતો. મને આઈપીએલમાં પસંદ ન કરવામાં આવતા હું કાઉન્ટી ક્રિકેટ રમવાનો પ્લાન બનાવી રહ્યો હતો.
શાર્દુલ ઠાકુરે આગળ કહ્યું કે, ઝહિર ખાનનો રણજી ટ્રોફી દરમિયાન ફોન આવ્યો હતો. શાર્દુલે કહ્યું જ્યારે હું રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો. ત્યારે ઝહીર ખાનનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું તને રિપ્લેસમેન્ટ માટે બોલાવવામાં આવી શકે છે. રમવાની તક મળશે.

આથી ટીમના મેન્ટર ઝહીર ખાને શાર્દુલ ઠાકુરનો સંપર્ક કર્યો. આટલું જ નહીં તેણે આશ્વાસન પણ આપ્યું કે જો તેની પસંદગી થશે તો તે ટીમમાં ચોક્કસ રમશે અને આવું જ થયું. મેચ બાદ શાર્દુલે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.