
KKR વતી વૈભવ અરોરા બોલિંગ કરવા આવ્યો અને તેણે પહેલા બે બોલમાં ફક્ત 3 રન આપ્યા. હવે 4 બોલમાં 19 રનની જરૂર હતી. આ પછી, શુભમ દુબેએ આગલા બોલ પર એક સિક્સર, પછી એક ફોર અને બીજો સિક્સર ફટકારીને મેચનું પાસું ફેરવી નાખ્યું. હવે છેલ્લા બોલ પર જીત માટે 3 રનની જરૂર હતી, પરંતુ વૈભવ અરોરાએ શાનદાર યોર્કર ફેંક્યો, જેનો દુબે પાસે કોઈ જવાબ નહોતો. તે માત્ર એક રન જ લઈ શક્યો અને આમ કોલકાતાએ છેલ્લા બોલ પર 1 રનથી મેચ જીતી લીધી.

207 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી. RRએ પહેલી જ ઓવરમાં વૈભવ સૂર્યવંશીની વિકેટ ગુમાવી દીધી. RRની અડધી ટીમ 8 ઓવરમાં 71 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. આ પછી એવું લાગતું હતું કે તે મેચ ખરાબ રીતે હારી જશે. પરંતુ કેપ્ટન રિયાન પરાગે 45 બોલમાં 95 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ સાથે, મેચ રાજસ્થાન તરફ ઝૂકી ગઈ અને તેઓ જીતના મજબૂત દાવેદાર દેખાતા હતા. પરંતુ 16મી ઓવરમાં, હેટમાયર 23 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો. 18મી ઓવરમાં, હર્ષિત રાણાએ પરાગની વિકેટ લીધી અને મેચ ફરીથી કોલકાતાના પક્ષમાં ફેરવી દીધી.

આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આન્દ્રે રસેલ ગીરો સાબિત થયો હતો. પ્રથમ ઈનિંગ દરમિયાન, કોલકાતાએ 13મી ઓવર સુધીમાં 111 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, તેણે અંગક્રિશ રઘુવંશી સાથે મળીને 61 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. અંગક્રિશના આઉટ થયા પછી પણ, તેણે અંત સુધી રમવાનું ચાલુ રાખ્યું અને 25 બોલમાં 57 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેમના કારણે જ કોલકાતાની ટીમ 206 રન સુધી પહોંચી શકી. (All Photo Credit : PTI)
Published On - 7:59 pm, Sun, 4 May 25