અજિંક્ય રહાણેએ IPL 2025ની પહેલી અડધી સદી ફટકારી, RCB સામે તોફાની ઈનિંગ રમી

અજિંક્ય રહાણેએ IPL 2025ની પહેલી જ મેચમાં RCB સામે અડધી સદી ફટકારીને શરૂઆત કરી હતી. તેણે બેંગલુરુ સામે 182ના સ્ટ્રાઈક રેટથી 31 બોલમાં 56 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

| Updated on: Mar 22, 2025 | 10:19 PM
4 / 5
વાસ્તવમાં પહેલા બેટિંગ કરતી વખતે KKRની શરૂઆત સારી નહોતી અને ટીમે પહેલી જ ઓવરમાં ક્વિન્ટન ડી કોકની વિકેટ ગુમાવી દીધી. માત્ર 4 રનના સ્કોર પર વિકેટ પડ્યા બાદ રહાણે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો. આ પછી રહાણેએ ઈનિંગ સંભાળી અને ઝડપથી રન બનાવ્યા.

5 / 5
પહેલી 3 ઓવરમાં બેંગલુરુના બોલરોએ કડક બોલિંગ કરી, જેના પરિણામે ફક્ત 9 રન જ બન્યા. પરંતુ આ પછી, KKR કેપ્ટને વળતો આક્રમક બેટિંગ શરૂ કરી અને સુનીલ નારાયણ સાથે મળીને આગામી 3 ઓવરમાં 51 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 16 બોલમાં 39 રન બનાવ્યા. રહાણેએ નારાયણ સાથે બીજી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી અને ટીમને ઝડપી શરૂઆત અપાવી. તેની ઈનિંગને કારણે કોલકાતાએ માત્ર 10.3 ઓવરમાં 109 રન બનાવ્યા. જોકે, આ પછી તે કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો. (All Photo Credit : PTI)

Published On - 10:17 pm, Sat, 22 March 25