
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પીચ હંમેશા બેટ્સમેન માટે મદદગાર રહી છે. અહી રનનો વરસાદ થઈ શકે છે.આ મેદાન પર અત્યારસુધી કુલ 39 મેચ રમાઈ રહી છે.

આ મેદાન પર પહેલા બેટિંગ કરનારી ટીમે 18 મેચ જીતી છે. જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમે 21 મેચ જીતી છે. આવી સ્થિતિમાં, ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.ગુજરાત ટાઈટન્સના બોલર અને બેટ્સમેન સારું પ્રદર્શન કરી રહ્યા છે.

ટીમ માટે સાંઈ સુદર્શન અને શુભમન ગિલ સારું પ્રદર્શન કરી રહ્યા છે.બીજી બાજુ ઈશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ ગુજરાત ટાઈટન્સની બોલિંગ આક્રમણમાં મહત્વની ભૂમિકા છે.