
તેમજ પંજાબ કિંગ્સ અને આરસીબીની ટીમ પણ મેચ જીતી જાય છે. તો તેના માટે પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં રહેવું મુશ્કેલ થશે. આ કારણે લખનૌ વિરુદ્ધ તેમની મેચ જીતવી ખાસ જરુર હતી.

LSG વિરુદ્ધ મેચમાં ગુજરા ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો.

લખનૌએ પહેલા બેટિંગ કરી 235 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમ 202 રન જ બનાવી શકી હતી. ગુજરાત માટે સાંઈ સુદર્શન અને શુભમન ગિલ સારું પ્રદર્શન કરી શક્યા નહી.

ગુજરાત લખનૌ સામે મેચ હારી ગયું છતાં પણ આ ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે. ગુજરાતની ટીમના 18 પોઈન્ટ છે અને એક મેચ બાકી છે. RCB એ 12 મેચમાં 17 પોઈન્ટ મેળવ્યા છે અને તે બીજા સ્થાને છે. પંજાબ કિંગ્સના 17 પોઈન્ટ છે અને તે ત્રીજા નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સના 16 પોઈન્ટ છે અને તે ચોથા સ્થાને છે.