
ગ્લેન ફિલિપ્સને સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં ઈજા થઈ હતી જેના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો. તો ગુજરાતના ફાસ્ટ બોલર કાગિસો રબાડા પણ અંગત કારણોસર ઘરે પરત ફર્યો છે. દાસુન શનાકા હવે ગ્લેન ફિલિપ્સનું સ્થાન લેશે.

શનાકાએ આઈપીએલ 2023માં 3 મેચમાં 26 રન બનાવ્યા હતા. તેમણે બોલિંગ કરવાની તક મળી ન હતી. દાસુન શનાકાએ શ્રીલંકા માટે 102 ટી20 મેચમાં 1456 રન બનાવ્યા છે અને 33 વિકેટ લીધી છે. તેમણે 71 વનડે અને 6 ટેસ્ટ મેચ પણ રમી છે.

ગુજરાત ટાઈટન્સે અત્યારસુધી 6માંથી 4 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમની આગામી મેચ શનિવારના 19 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સની સામે છે. આ મેચ બપોરના રમાશે.

ગુજરાત ટાઈટન્સે છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ રમી હતી. આ મેચમાં રિષભ પંતની ટીમે 181 રનનો ટાર્ગેટ 6 વિકેટ ગુમાવી પૂર્ણ કર્યો હતો.