પંજાબ કિંગ્સનો યુવા ખેલાડી સૂર્યાંશ શેડગે ચોગ્ગા ઓછા અને છગ્ગા વધુ ફટકારે છે. જ્યારે આ ખેલાડી લયમાં હોય છે ત્યારે વિરોધી ટીમની હાર લગભગ નિશ્ચિત થઈ જાય છે એવી ડોમેસ્ટિક લેવલમાં ચર્ચા છે. હવે આ ખેલાડી IPL માં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સે આ ખેલાડીને માત્ર 30 લાખમાં ટીમમાં સામેલ કર્યો છે.
22 વર્ષીય યુવા ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે આ સિઝનમાં પંજાબ કિંગ્સ માટે મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે. જો પ્રીતિ ઝિન્ટાની ટીમનો આ છોકરો મેદાનમાં સેટ થઈ ગયો, તો વિરોધીઓની હાર નિશ્ચિત માની શકો છો. સૂર્યાંશ ગુજરાત ટાઈટન્સ સામે IPLમાં ડેબ્યૂ કરી શકે છે અને આ ખેલાડીમાં એટલી બધી પ્રતિભા છે કે તેને આગામી હાર્દિક પંડ્યા પણ કહેવામાં આવી રહ્યો છે.
સૂર્યાંશ શેડગે મુંબઈનો રહેવાસી છે અને તેણે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે. આ યુવા ઓલરાઉન્ડર તાજેતરમાં તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે અને તેનું ફોર્મ PBKS માટે વરદાન સાબિત થઈ શકે છે. શેડગે હજુ સુધી IPLમાં ડેબ્યૂ કર્યું નથી પરંતુ તેના મજબૂત પ્રદર્શનથી તે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે.
PBKSનો નવો કેપ્ટન શ્રેયસ અય્યર શેડગેની તાકાતથી સારી રીતે વાકેફ છે. બંનેએ મળીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શેડગેએ 9 મેચમાં 251.92 ના સ્ટ્રાઈક રેટ અને 43.66ની સરેરાશથી 131 રન બનાવ્યા હતા. તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 36 રન હતો, જે તેમની ફિનિશિંગ ક્ષમતા દર્શાવે છે.
સૂર્યાંશે T20માં ચોગ્ગા કરતા વધુ છગ્ગા ફટકાર્યા છે. તેણે T220માં 13 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા છે. સૂર્યાંશ ફક્ત બેટિંગમાં જ નહીં પરંતુ બોલિંગમાં પણ ટીમને ટેકો આપે છે. SMAT 2024માં તેણે 9 મેચમાં 8 વિકેટ પણ લીધી હતી. મુંબઈ ટીમને ખિતાબ જીતવામાં તેણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે પંજાબની ટીમ શેડગેને ક્યાં રમાડે છે?
શ્રેયસ અય્યર (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેન્સન, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લીસ, લોકી ફર્ગ્યુસન, વી. વિજયકુમાર, યશ ઠાકુર, હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, હરનૂર પન્નુ, કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, પાયલ અવિનાશ, પ્રવીણ દુબે. (All Photo Credit : PTI)