GT vs MI : રોહિત શર્માએ IPLમાં 300 છગ્ગા ફટકારીને બનાવ્યો ખાસ રેકોર્ડ, વિરાટ કોહલીને પાછળ છોડી દીધો
IPL 2025ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. રોહિત શર્માએ ગુજરાત ટાઈટન્સ સામેની મહત્વપૂર્ણ મેચમાં છગ્ગા ફટકારતાની સાથે જ સિક્સર ફટકારવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. અને આ કમાલ કરનાર તે IPL ઈતિહાસનો માત્ર બીજો ખેલાડી બન્યો હતો.
રોહિત શર્મા IPLના ઈતિહાસમાં 300 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તે IPLમાં 300 છગ્ગા ફટકારનાર બીજો ખેલાડી છે. ક્રિસ ગેલે તેના કરતા વધુ 357 છગ્ગા ફટકાર્યા છે.
5 / 5
રોહિત શર્માએ 300 છગ્ગા ફટકારતાની સાથે જ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. વાસ્તવમાં, આ બંને વચ્ચે 300 છગ્ગાની રેસ ચાલી રહી હતી, જે રોહિત શર્માએ જીતી લીધી હતી. (All Photo Credit : PTI)