
IPL 2025 પહેલા, ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર અક્ષરને મોટા સમાચાર મળ્યા છે. આ સાથે દિલ્હીના ચાહકોની રાહ પણ પૂરી થઈ ગઈ છે, કારણ કે, આ એકમાત્ર ટીમ હતી જેના કેપ્ટનની જાહેરાત કરવામાં આવી ન હતી. IPL રમી રહેલી 10 માંથી 9 ટીમોએ પહેલાથી જ તેમના કેપ્ટનના નામ જાહેર કરી દીધા હતા.

અક્ષર પટેલે અત્યારસુધી 150 આઈપીએલ મેચ રમી છે અને અંદાજે 131ની સ્ટ્રાઈક રેટથી 1653 રન બનાવ્યા છે. તેમણે કુલ 123 વિકેટ લીધી છે.

એક વાત એ છે કે, અક્ષર પટેલને કેપ્ટનશીપનો અનુભવ નથી. પરંતુ ઓલરાઉન્ડર દિલ્હી કેપિટલ્સને આ વખતે ટ્રોફી જીતાડે તેવી ચાહકો આશા રાખી રહ્યા છે. કારણ કે, હાલમાં અક્ષર પટેલ ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. અક્ષર પટેલ દિલ્હી સાથે 7 સીઝનથી જોડાયેલો છે. આ કારણે તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

દિલ્હી કેપિટલ્સનો સ્કવોડ જોઈએ તો અક્ષર પટેલ,કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, મિચેલ સ્ટાર્ક, કે.એલ રાહુલ,જેક ફ્રેઝર , મેક્ગર્ક, ટી નટરાજન, કરુણ નાયર, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મોહિત શર્મા, ફાફ ડુ પ્લેસી, મુકેશ કુમાર, દર્શન નાલકંડે,વિપરાજ નિગમ,દુષ્મંત ચમીરા, માધવ તિવારી, ત્રિપૂર્ણ વિજય, માનવંત કુમાર, અજય મંડલ, ડોનોવન ફરેરા

દિલ્હી કેપિટલ્સ 24 માર્ચ, 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે લખનૌ સામે તેમના IPL 2025 અભિયાનની શરૂઆત કરશે. દિલ્હીની ટીમ હજુ સુધી IPLનો ખિતાબ જીતી શકી નથી. આ વખતે દિલ્હીની ટીમ અક્ષર પટેલની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે.
Published On - 11:08 am, Fri, 14 March 25